દીપિકાએ પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો

દૂરદર્શનનો સુવર્ણકાળ હાલ ચાલી રહ્યો છે. દૂરદર્શન દ્વારા તેના જૂના મોસ્ટ પોપ્યુલર શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યા છે. અને આ શોના કારણે તેની ટીઆરપીમાં મોટો ફરક જોવા મળ્યો છે. તે આ કારણે દેશની નંબર 1 ચેનલ પણ બની ગઇ છે. ત્યારે શું તમને ખબર છે કે રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા (Deepika Chikhallia) ખાલી 15 વર્ષની નાની ઉંમરે સીતાનું પાત્ર ભજવ્યું હતું.

દીપિકા ચિખલિયા પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. દીપિકાએ જણાવ્યું કે આ સીરિયલ માટે મેં જ્યારે કામ કરવાનું શરૂ કર્યું તો મારી ઉંમર ખાલી સડા 15 વર્ષની હતી. અને તે સમયે અમારામાંથી કોઇને પણ તે વાતનો બિલકુલ પણ ખ્યાલ નહતો કે અમે નવો ઇતિહાસ બનાવવા જઇ રહ્યા છે.  

 દીપિકાએ જણાવ્યું કે અમને બિલકુલ તે રીતે જ તૈયાર કરવામાં આવતા હતા જે મુજબ તુલસીદાસના રામચરિત માનસમાં રામ અને સીતાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવું પહેલીવાર બન્યું હતું કે એક ટીવી સીરીયલે આટલી બધી પોપ્યુલારિટી મેળવી હોય.

  દીપિકાએ જણાવ્યું કે અમને બિલકુલ તે રીતે જ તૈયાર કરવામાં આવતા હતા જે મુજબ તુલસીદાસના રામચરિત માનસમાં રામ અને સીતાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવું પહેલીવાર બન્યું હતું કે એક ટીવી સીરીયલે આટલી બધી પોપ્યુલારિટી મેળવી હોય.

પોતાના પહેલા એપિસોડ વિષે જણાવતા દિપીકાએ કહ્યું કે રામાયણનો પહેલો એપિસોડ 1 કલાકનો હતો. અને તેને શૂટ કરવા માટે 15 દિવસ લાગ્યા. જ્યાં શૂટિંગ થઇ હતી અમે બધા ત્યાં જ રોકાયા હતા. ત્યાં જ મેકઅપ સ્ટુડિયો હતો અને કોઇ મુંબઇ પાછું નહતું ફરતું. બધા ત્યાં જ રોકાતા હતા.

દીપિકાએ વધુમાં જણાવ્યું કે રામાયણ સિરીયલ શરૂ થયાના 6 મહિનામાં જ અમને તમામ એક્ટર્સને તે વાતનો ખ્યાલ આવી ગયો કે અમે સ્ટાર્સ બની ગયા છે. અનેક લોકો આપીને મારા પગે પડી જતા મને નમન કરતા. આટલું માન સન્માન મેળવવું તે સમયે મારા માટે ખૂબ જ અજગતું હતું.  

Source: News18 Gujarati

By elf-page

elf-page is committed to provide latest updates on entertainment, lifestyle and fashion updates on Gujarat & Gujarati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *